ખાતું કાઢી નાખવાની વિનંતી
બાલાર્ક પરિવાર · com.valadara.vb_community
તમે તમારું ખાતું ગમે ત્યારે કઢાવી શકો છો. એપ ઇન્સ્ટોલ કરેલી ન હોય તોય આ પાના પરથી વિનંતી કરી શકાય.
રીત ૧ — એપમાંથી જાતે (સૌથી ઝડપી)
એપ ખોલો → સેટિંગ્સ → ખાતું કાઢી નાખો → શું કાઢવું છે એ પસંદ
કરો → “કાઢો” લખીને ખાતરી કરો.
લૉગિન ખાતું તરત જ કઢાઈ જાય છે.
લૉગિન ખાતું તરત જ કઢાઈ જાય છે.
રીત ૨ — અમને જણાવો
નીચેની વિગત સાથે સંદેશો મોકલો —
- તમારું પૂરું નામ
- એપમાં વાપરેલો ફોન નંબર
- શું કાઢવું છે — ફક્ત લૉગિન ખાતું કે નિર્દેશિકામાંથી અંગત વિગત પણ
શું કાઢવામાં આવે છે
ફક્ત લૉગિન ખાતું પસંદ કરો તો —
- તમારું લૉગિન ખાતું (ફોન નંબરથી પ્રવેશ)
- સૂચના-ટોકન — હવે કોઈ સૂચના નહીં આવે
- તમે એપમાં ક્યારે આવ્યા એની હાજરી-નોંધ
- નિર્દેશિકામાંથી તમારું નામ, ફોન, સરનામું, ફોટો, જન્મતારીખ
શું રહે છે — ને શા માટે
- તમારા કુટુંબના બીજા સભ્યોની વિગત. એ એમની છે, તમારી નહીં — એટલે તમારી વિનંતીથી કઢાતી નથી. એમણે જાતે કહેવું પડે.
- સંમતિની નોંધ (ફક્ત તારીખ). એ જ પુરાવો છે કે તમારી માહિતી પરવાનગીથી આવી હતી — એ ભૂંસી નાખીએ તો પુરાવો જ ન રહે.
- ત્રણ વર્ષની બંધ નકલ. ભૂલથી કઢાઈ ગયું હોય તો પાછું લાવી શકાય એ માટે. કોઈ સભ્યને એ દેખાતી નથી, શોધમાં આવતી નથી. નકલ પણ ન જોઈતી હોય તો કહો — કાયમ માટે ભૂંસી અપાશે.
નિર્દેશિકામાંથી કાઢવામાં થોડો સમય કેમ લાગે?
કુટુંબનું પાનું સહિયારું છે — એમાં તમારા સાથે તમારાં સગાં પણ છે, ને કુટુંબ-વૃક્ષની લીટીઓ એમાંથી પસાર થાય છે. એટલે એ ફેરફાર સમાજના પ્રમુખ (સુપર એડમિન) જાતે કરે છે, જેથી બીજા કોઈની માહિતી ભૂલથી ન કઢાય.